જીવ શાસ્ત્ર
છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસીશું.
સૌપ્રથમ આપણે સ્ટાર્ચ વિશે માહિતી મેળવીશું.
સ્ટાર્ચ એ ગ્લુકોઝના પરમાણુઓથી બનેલું ઘટક છે.
સ્ટાર્ચ પરમાણુનું મૂળ રાસાયણિક સૂત્ર (C6H10O5)n છે જ્યાં n એ ગ્લુકોઝ એકમોની સંખ્યા દર્શાવે છે.
પર્ણમાં સ્ટાર્ચની હાજરી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે.
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતી શર્કરાને સ્ટાર્ચરૂપે પર્ણમાં સંગ્રહિત કરવામાં આવે છે. આ સ્ટાર્ચ પર્ણમાં જ રહે છે અને વનસ્પતિના અન્ય ભાગોમાં વહન કરવામાં આવે છે.
પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે આયોડિનનો ઉપયોગ કરવામાં આવે છે. આયોડિન પર્ણમાં સ્ટાર્ચ સાથે પ્રતિક્રિયા કરીને ગાઢ નીલા-કાળા રંગનો પદાર્થ બનાવે છે, જે સ્ટાર્ચની હાજરીનો સંકેત આપે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020