જીવ શાસ્ત્ર
છોડના પર્ણનો શિરાવિન્યાસ અને તેના મૂળના પ્રકાર વચ્ચે ચોક્કસ સંબંધ છે તે દર્શાવીશું.
શિરાવિન્યાસ :-
શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરાવિન્યાસ કહે છે.
શિરાવિન્યાસના બે પ્રકાર જોવા મળે છે :
(1) સમાંતર શિરાવિન્યાસ: પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય છે.
(2) જાલાકાર શિરાવિન્યાસ: પર્ણમાં શિરાઓની ગોઠવણી મધ્યશિરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય છે.
મૂળના પ્રકાર :-
મૂળના બે પ્રકાર છે.
તંતુમૂળ: આ પ્રકારનાં મૂળમાં મુખ્ય મૂળ હોતા નથી, બધા જ મૂળ એકસમાન દેખાય છે.
સોટીમૂળ: આ પ્રકારનું મૂળ એક મુખ્ય મૂળગુચ્છથી બને છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020