જીવ શાસ્ત્ર
સજીવો શેના બનેલા હોય છે? તે સમજીશું.
સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ કોષ છે.
કોષોની રચના, તેના બંધારણ અને તેના કાર્યોના અભ્યાસને કોષવિદ્યા કહે છે.
કોષની લાક્ષણિકતાઓ :
(1) કોષરસપટલ : કોષરસપટલ એ કોષનું બહારનું આવરણ છે, જે કોષને બાહ્ય પર્યાવરણથી અલગ કરે છે અને કોષની રચના તથા કાર્યોને નિયંત્રિત કરે છે.
(2) કોષકેન્દ્ર : કોષકેન્દ્ર એ કોષનું કેન્દ્રીય અંગ છે, જે કોષની મહત્વની માહિતી અને જેનેટિક સામગ્રી ધરાવે છે.
(3) કોષરસ : કોષરસ એ કોષરસપટલ અને કોષકેન્દ્ર વચ્ચેનો પદાર્થ છે, જે મુખ્યત્વે પાણી અને ઘટકોનો બનેલો હોય છે.
કોષોના આધારે સજીવોના બે પ્રકાર પડે છે :
(1) એકકોષીય સજીવ
(2) બહુકોષીય સજીવ
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Biology
- Upload date 01 March, 2020