રસાયણ શાસ્ત્ર
આપેલ ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે કે નહીં તે તપાસીશું
બે કે તેથી વધુ પદાર્થોના સમાંગ એકરૂપ મિશ્રણને દ્રાવણ કહે છે.
દ્રાવણ = દ્રાવ્ય + દ્રાવક
દ્રાવક : દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ સૌથી વધુ હોય તેને દ્રાવક કહે છે.
દ્રાવ્ય : દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય તેને દ્રાવ્ય કહે છે.
ઘન, પ્રવાહી અને વાયુ એ પદાર્થના ત્રણ મુખ્ય સ્વરૂપો છે.
ઘન સ્વરૂપ : ઘન પદાર્થો તે પદાર્થો છે, જેઓને પોતાનો નિશ્ચિત આકાર અને નિશ્ચિત કદ હોય છે.
પ્રવાહી સ્વરૂપ : પ્રવાહી પદાર્થો તે પદાર્થો છે જેઓને પોતાનું નિશ્ચિત કદ હોય છે પણ આકાર સ્થાયી નથી.
વાયુ સ્વરૂપ : વાયુ પદાર્થો તે પદાર્થો છે, જેઓને ન તો પોતાનો આકાર હોય છે ન તો નિશ્ચિત કદ.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020