રસાયણ શાસ્ત્ર
પદાર્થની સ્થિતિમાં થતો ફેરફાર એ ઊલટાવી શકાય તેવો ફેરફાર હોય છે તે દર્શાવીશું
આપણે આપણી આસપાસ ઘણા ફેરફારો થતા જોઈએ છીએ. આ ફેરફારો પૈકી કેટલાક આપમેળે થતા હોય છે, તો કેટલાક માનવ દ્વારા થતા હોય છે.
કેટલાક ફેરફારો ઊલટાવી શકાય તેવા હોય છે, તો કેટલાક ઊલટાવી ન શકાય તેવા હોય છે.
ઊલટાવી શકાય તેવો ફેરફાર : જે ફેરફારને ઊલટાવી મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો હોય તેને ઊલટાવી શકાય તેવો ફેરફાર કહે છે.રેતી અને પાણીનું મિશ્રણ એ ઊલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઊલટાવી ન શકાય તેવો ફેરફાર : જે ફેરફારને ઊલટાવી મૂળ પદાર્થ પાછો મેળવી શકાતો ન હોય તેને ઊલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે.મીણબત્તીનું સળગવું એ ઊલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઊલટાવી શકાય તેવા ફેરફારોમાં પદાર્થની મૂળ ગુણવત્તા બદલાતી નથી, જ્યારે ઊલટાવી ન શકાય તેવા ફેરફારોમાં પદાર્થની મૂળ ગુણવત્તા બદલાઈ જાય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020