રસાયણ શાસ્ત્ર
એસિડ અને બેઈઝની પરખ કરીશું
એસિડ:
તે સ્વાદે ખાટા હોય છે. તે ભીના ભૂરા લિટમસપેપરને લાલ બનાવે છે.
તે બેઈઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2(g) બનાવે છે. તે H+(aq) આયન મુક્ત કરે છે. એસિડિક ગુણ માટે H+(aq) આયન જવાબદાર છે.
પ્રબળ એસિડ: પ્રબળ એસિડમાં, બધા જ દ્રાવ્ય પદાર્થો સંપૂર્ણ આયનીકરણ પામે છે અને H3O+ આયનના સ્વરૂપમાં હોય છે.
નિર્બળ એસિડ: નિર્બળ એસિડમાં, દ્રાવ્ય પદાર્થોનું આંશિક આયનીકરણ થાય છે, એટલે H3O+ આયનની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે.
બેઈઝ:
તે સ્વાદે તૂરા હોય છે. તે ભીના લાલ લિટમસપેપરને ભૂરું કરે છે.
તે એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. તે OH-(aq) આયન મુક્ત કરે છે. બેઝિક ગુણ માટે OH-(aq) આયન જવાબદાર છે.
પ્રબળ બેઇઝ: પ્રબળ બેઇઝમાં, બધા જ દ્રાવ્ય પદાર્થો સંપૂર્ણ આયનીકરણ પામે છે અને OH- આયનના સ્વરૂપમાં હોય છે.
નિર્બળ બેઇઝ: નિર્બળ બેઇઝમાં, દ્રાવ્ય પદાર્થોનું આંશિક આયનીકરણ થાય છે, એટલે OH- આયનની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Chemistry
- Upload date 01 March, 2020