ભૌતિક શાસ્ત્ર
લોખંડની બનેલી વસ્તુઓ પર ચુંબકની અસર દર્શાવીશું
જે પદાર્થ લોખંડની વસ્તુઓને આકર્ષે છે, તે પદાર્થને ચુંબક કહે છે.
ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશમાંથી ‘મેગ્નેટ’ સૌપ્રથમ વખત મળી આવ્યો હતો. આ મેગ્નેટ કુદરતી ચુંબક છે.
ચુંબકના ચાર પ્રકાર જોવા મળે છે : ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક.
ચુંબકના લોખંડની વસ્તુઓને આકર્ષવાના ગુણને ચુંબકત્વ કહે છે.
ચુંબકના બંને છેડા પર ચુંબકીય શક્તિ વધુ હોય છે. ચુંબકના આ છેડાના ભાગને ચુંબકીય ધ્રુવો કહે છે.
દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે :
(1) ઉત્તર ધ્રુવ (N)
(2) દક્ષિણ ધ્રુવ (S)
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020