ભૌતિક શાસ્ત્ર
બલ્બનું નિરીક્ષણ કરીશું
બલ્બના મુખ્ય ભાગો:
(1) ફિલામેન્ટ (Filament) : ટંગસ્ટન ધાતુનો પાતળો તાર.
કાર્ય : વીજ પ્રવાહ પસાર થવાથી ગરમ થાય છે અને પ્રકાશ ઉત્પન્ન કરે છે.
(2) કાચનું આવરણ (Glass Enclosure) : બલ્બની અંદરનું કાચનું આવરણ.
કાર્ય : ફિલામેન્ટને સુરક્ષિત રાખે છે અને તેને બાહ્ય વાતાવરણથી અલગ કરે છે.
(3) નિષ્ક્રિય વાયુ (Inert Gas) : બલ્બની અંદર ભરેલી આર્ગોન અથવા નાઈટ્રોજન ગેસ.
કાર્ય : ફિલામેન્ટને ઓક્સિડાઈઝ થવાથી બચાવે છે અને તેની આયુષ્ય વધારવામાં મદદ કરે છે.
(4) સપોર્ટ વાયર (Support Wires) : ફિલામેન્ટને જકડી રાખવા માટેના વાયર.
કાર્ય : વીજ પ્રવાહ ફિલામેન્ટ સુધી પહોંચાડે છે.
(5) બેઝ (Base) : બલ્બનું તળિયું.
કાર્ય : વીજ પુરવઠા સાથે જોડાણ કરે છે.
Making School Students Future Ready Experiential and Immersive Learning

Narmada Balghar
an NGO
Content Information
- Domain Science
- Catagory Physics
- Upload date 01 March, 2020