નર્મદા બાલઘર સ્પર્ધા ૨૦૨૫ માં
આપનું હાર્દિક સ્વાગત છે

અમારી 4TH સ્પર્ધા

સ્પર્ધા વિશે માહિતી મેળવો

ઇનામો

નર્મદા બાલઘર સ્પર્ધા ૨૦૨૫ ના વિજેતાઓ માટે ઈનામ નીચે મુજબ છે .

Hotel 1

સંશોધન સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

Hotel 2

C.A.D સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

Hotel 3

નિબંધલેખન સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

નર્મદા બાલઘર સ્પર્ધા 2025

પ્રિય શિક્ષકો અને સ્વપ્નદ્રષ્ટા વિધાર્થીઓ,


અમને આશા છે કે આ સંદેશ આપના જ્ઞાનને વધુ સમૃદ્ધ અને દૃષ્ટિસંપન્ન બનાવવામાં સહાયક સાબિત થશે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અવિશ્વસનીય ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને બાળકો પોતાનું ભવિષ્ય ઘડી શકે, તે દિશામાં નર્મદા બાલઘર સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે.

નર્મદા બાલઘર હંમેશાં માનતું રહ્યું છે કે શિક્ષણનો હેતુ માત્ર નોકરી મેળવવો નથી, પરંતુ પ્રયોગો દ્વારા કંઇક નવું શીખવું, નવું સર્જન કરવું અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવું જોઈએ.

ચાલો આપણે, સૌ સાથે મળીને ‘મેક ઈન્ડિયા ગ્રેટ’ ના ભગીરથ યજ્ઞમાં જોડાઈએ અને ભાવિ પેઢીને ઘડીએ, જ્યાંથી તેઓ માત્ર સપના નહીં જુએ, પણ તેમને સાકાર પણ કરી શકે.
અનુભવી અને ઇમર્સિવ લર્નિંગને પ્રોત્સાહન આપવાની અમારી યાત્રા વર્ષો પહેલા શરૂ થઈ હતી. અમારી દૃષ્ટિએ દરેક વિદ્યાર્થીમાં પોતાનું ભવિષ્ય નવી દિશામાં દોરવાની અનન્ય ક્ષમતા હોય છે. કોરોના મહામારી દરમિયાન, જ્યારે આખું વિશ્વ થંભી ગયું હતું, એ સમય પહેલાં વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની તેજસ્વીતા, પ્રતિભા અને આત્મવિશ્વાસના અનોખા ઉદાહરણો રજૂ કર્યા હતા. આ અનુભવો આજે પણ અમને પ્રેરણા આપે છે કે દરેક બાળકમાં અમર્યાદિત શક્તિઓ છુપાયેલી છે. કેવળ જરૂર છે યોગ્ય માર્ગદર્શન અને પ્લેટફોર્મની.

2016-17 સ્પર્ધા: જેમાં ૫૦ ટીમો (૨૦૦+ વિદ્યાર્થીઓ) એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ₹૫૦,૦૦૦ ના ઇનામો જીત્યા.
2017-18 સ્પર્ધા: જેમાં ૧૨૮ ટીમો (૪૦૦+ વિદ્યાર્થીઓ) એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ₹૭૫,૦૦૦ ના ઇનામો જીત્યા.

આ જીત તેમના સ્પર્ધાત્મક જુસ્સાનો પુરાવો આપે છે.
આ કાર્યક્રમો માત્ર સ્પર્ધાઓ નહોતી, પરંતુ નર્મદા બાલઘર દ્વારા વિદ્યાર્થીઓને વિકાસના માર્ગે દોરી જતી એક મજબૂત પાયાની શરૂઆત હતી. આ પ્લેટફોર્મે વિદ્યાર્થીઓને જીવનમાં આવતી પડકારભરી પરિસ્થિતિઓના ઉકેલ માટે વિચાર કરવાની, સર્જનાત્મક દૃષ્ટિ અપનાવવાની અને નવી પહેલ કરવાની તક આપી. આજે જ્યારે, આપણે નવી ટેક્નોલોજી સાથે શાળાઓમાં ફરીથી સક્રિય બની રહ્યા છીએ, ત્યારે આવો આપણે સૌ મળીને વધુ તેજસ્વી જ્યોત પ્રગટાવીએ.

રિફ્રેશર તાલીમ & દિશાસૂચક સેમિનાર

બધા પ્રતિસ્પર્ધીઓ સ્પર્ધા માટે સારી રીતે તૈયારી કરી શકે તેના માટે રિફ્રેશર તાલીમ અને જીવનજરૂરી ઉપયોગોને લગતાં સેમિનારનું 2nd મે થી 31st જૂન 2025 સુધીનું આયોજન કરેલ છે. તમારી અનુકૂળતા માટે ઉપલબ્ધ ક્લાસીસનું સમયપત્રક સાથે જોડેલ છે. 30 એપ્રિલ પહેલાં, તમે જે પણ કોર્સના ક્લાસીસમાં ભાગ લેવા માંગો છો તેની અમને જાણ કરવી. આ સ્પર્ધા જૂનના ત્રીજા સપ્તાહથી લઈને જુલાઈ દરમિયાન યોજાશે.

સેમિનાર: મે-જૂન મહિના દરમિયાન, ઉદ્યોગજગતના તજજ્ઞો દ્વારા તેમના અનુભવો રજૂ કરતાં ચાર સેમિનારો યોજાશે. દરેક સેમિનારનું 3 અઠવાડિયા પહેલા શેડ્યુલ જાહેર કરવામાં આવશે. અમે દરેક શિક્ષક અને વિદ્યાર્થીને તેમની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા તેમજ ટેકનોલોજી અને ભવિષ્યમાં સંશોધનક્ષેત્રે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અમે 2025 ની સ્પર્ધામાં તમારી ભાગીદારીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.


શુભેછાઓ સાથે ,
નર્મદા બાલઘર ટીમ.

સંશોધન સ્પર્ધા ૨૦૨૫

Hotel 1

સંશોધન સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

ઉદ્દેશ્ય: “ભવિષ્યના ઇનોવેટર્સને એવા સશક્ત માર્ગદર્શક બનાવવાની જરૂર છે કે તેઓ દરેક બાળકને, તેમના દૈનિક જીવનમાં આવતા સંઘર્ષોનો સરળ ઉકેલ શોધી શકે તેવા કૌશલ્યો માટે તૈયાર કરી શકે. S.T.E.M એટલે કે વિજ્ઞાન, ટેક્નોલોજી, ઈજનેરી અને મેન્યુફેક્ચરિંગ આધારિત પ્રોટોટાઈપની મદદથી બાળકોને નવી શોધો તરફ દોરી જવાની, તેમની અંદર રહેલી જિજ્ઞાસાને જગાવવાની અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવાની દૃષ્ટિ આપણે વિકસાવવી છે. આવી વિચારધારા મૂળભૂત જીવનના પડકારોનો વ્યવહારીક ઉકેલ લાવે છે તેમજ ટીમવર્ક અને સર્જનાત્મક અભિગમને મહત્વ આપે છે."

નર્મદા બાલઘર અભ્યાસક્રમ પર આધારિત વિષયો :

1. ભૌતિક વિજ્ઞાનમાં નવીનતાઓ:

  • ઓપ્ટિક્સ અને પ્રકાશ:પેરિસ્કોપ, કેલિડોસ્કોપ ,સૌર સંચાલિત આધારિત પ્રકાશ પ્રણાલીઓ.
  • વિદ્યુત અને ચુંબકત્વ: ઘરે બનાવેલા જનરેટરો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્રેન્સ , વાયરલેસ પાવર ટ્રાન્સફર મોડલ્સ.
  • ગતિ અને યાંત્રિકતા: બેલેસ્ટિક કેટાપુલ, હાઇડ્રોલિક લીફ્ટ, ઘર્ષણ ઘટાડતા વાહનો.
  • ધ્વનિ અને તરંગો: D.I.Y આધારીત સંગીતના સાધનો, અવાજ અવરોધક પ્રોટોટાઈપ્સ, અલ્ટ્રાસાઉન્ડના ઉપયોગો.
  • દબાણ અને બળ: વાયુ સંચાલિત રોકેટ, હાઇડ્રોલિક પુલો, વેક્યુમ પ્રયોગો.

2. રસાયણ વિજ્ઞાનમાં નવીનતાઓ:

  • એસિડ, બેઇઝ અને ક્ષાર: પી.એચ ન્યુટ્રલ ,ક્લીનર્સ કુદરતી સૂચકો જેવા કે હળદર અને બીટરૂટ.
  • દહન અને જ્યોત :પર્યાવરણને અનુકૂળ અગ્નિશામક, જ્યોત પ્રતિરોધક સામગ્રી.
  • ધાતુઓ અને અધાતુઓ: કાટ પ્રતિરોધક કોટિંગ્સ, કચરામાંથી ધાતુનું નિષ્કરણ.
  • કાર્બન અને તેના સંયોજનો: કાર્બોનિક કચરામાંથી બાયોફ્યુલ, કાર્બન ફૂટપ્રિન્ટ માઇન સાધનો.
  • અલગીકરણ પ્રક્રિયાઓ: પાણી શુદ્ધિકરણ મોડેલો, તેલ શુદ્ધિકરણ પદ્ધતિઓ.

3. જીવવિજ્ઞાનમાં નવીનતાઓ:

  • સૂક્ષ્મજીવો: પ્રોબાયોટિક ખોરાક, એન્ટિબાયોટિક પ્રતિરોધક પ્રયોગો.
  • શ્વસન અને આરોગ્ય: ઓછી કિંમતે બનાવેલા સ્પાયરોમીટર, હવા ગુણવત્તા મોનિટર.
  • પ્રજનન અને કોષો: ડી.એન.એ. નિષ્કર્ષણ કીટ, માઈટોસીસ/મીઓસીસ મોડલ્સ.
  • ઈકોસિસ્ટમ: મીની એક્વાપોનિક્સ, બાયોડીગ્રેડેબલ બીજ બોમ્બસ.
  • ખાદ્ય વિજ્ઞાન: પોષક તત્વોને જાળવવાની તકનીકો, જંતુ આધારિત પ્રોટીન.

નર્મદા બાલઘર સહ-અભ્યાસક્રમ પર આધારિત વિષયો:

  • એડિટીવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી (3D પ્રિન્ટિંગ).
  • ડ્રોન ટેકનોલોજી.
  • વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી.
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ્લિકેશન ટુલ્સ.
  • બ્લોકચેન ટેકનોલોજી.
  • કોડિંગ અથવા પ્રોગ્રામિંગ.


અન્ય વિવિધ વિષય: S.T.E.M (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ) સંબંધિત કોઈ પણ વિષય.

1. ઇનોવેશન

2.ફીઝિબિલિટી

3. સસ્ટેનેબિલિટી

4. પ્રસ્તુતીકરણ

5. વાસ્તવિક જીવનમાં ઉપયોગીતા

1. ભાગ લેનાર એ પસંદ કરેલા વિષય માટે પ્રોટોટાઈપ મોડલ સબમીટ કરવું જરૂરી છે.
2.મોડલ સાથે સહભાગીઓએ ચાર્ટ પેપરમાં ઇનોવેશનનું વર્ણન કરવાનું રહેશે જેમકે મોડલ એપ્લિકેશન, ઉપયોગના ક્ષેત્રો વગેરે.
3. ભાષા તરીકે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાંથી કોઈ પણ એક પસંદ કરવી.
4.ભાગ લેનારાઓ વ્યક્તિગત રીતે અથવા ટીમરૂપે ભાગ લઈ શકશે (મહત્તમ ૪ સભ્યો).

C.A.D સ્પર્ધા ૨૦૨૫

Hotel 2

C.A.D સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

રૂપિયા ૧૦૦૦/- ના ૧૧ ઇનામો એવા વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેઓ તેમના ડિઝાઇન કરેલા અને પ્રિન્ટેડ પ્રોડક્ટ રજૂ કરશે.

ઉદ્દેશ્ય: સ્પર્ધકો ટીંકર કેડ, ઓટો કેડ અથવા પોતાની પસંદગીના કોઈ પણ કેડ ટુલ્સનો ઉપયોગ કરી નવી પ્રોડક્ટ ડિઝાઇન રજૂ કરી શકે છે અને ઉપલબ્ધ STL ફાઇલમાં ફેરફાર કરીને બનાવેલી ડિઝાઇન પણ માન્ય ગણાશે.

શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રારંભિક સ્તરના મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીને લગતી ફાઇલોની યાદી NBG-STL FILES Group A (Click here)માં દર્શાવવામાં આવી છે.
જટિલ એપ્લિકેશન ફાઇલો અને વિષયો NBG-STL FILES-Group B (Click here)માં છે.
એડિટીવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી આજે લગભગ દરેક એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે.
આ સંદર્ભે વધુ પ્રકાશ પાડતી વિવિધ લેખોની યાદી NBG-Digital Archive (Click here)ઉપલબ્ધ છે.

કોઈ પણ નવા ક્ષેત્રમાં સંશોધન કરનાર સ્પર્ધકોને તેમનું કાર્ય પ્રસ્તુત કરવાની અનોખી તક આપવામાં આવે છે. તેઓ સ્થાનિક સ્તરની સમસ્યાઓને ઉકેલવા માટે નવી એપ્લિકેશનો કે યંત્રો રજૂ કરી શકે છે. દરેક સંશોધન એક અનોખું "જુગાડ" હોય છે, જે નવી દિશામાં વિચારવાનું પ્રેરણાશાસ્ત્ર બને છે. આ કેડ (CAD) સ્પર્ધામાં એડિટીવ મેન્યુફેક્ચરિંગના સિદ્ધાંતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. સ્પર્ધામાં ભાગ લેનારાઓને આધુનિક ઉત્પાદન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એવા ઉકેલો રજૂ કરવાનો અવસર મળે છે કે જે ઉપયોગી, અસરકારક અને ચોકસાઈ ધરાવતા હોય.

1.તબીબી સંશોધનો:

  • A.I આધારિત કૃત્રિમ હાથ: વિવિધ કાર્ય કરવા માટે કસ્ટમાઈઝ કરેલ તકનિકો, પેટર્ન (જેમ કે ટાઈપ કરવું, વસ્તુઓ ઉઠાવવી, મૂકવી વગેરે).
  • 3D પ્રિન્ટેડ હાડકાના ઈમ્પ્લાન્ટસ: કુદરતી હાડકાની ઘનતા અને તેની અંદરૂની બનાવટની નકલ કરતું પ્રોટોટાઇપ.
  • સર્જીકલ તાલીમ મોડલ્સ: તાલીમમાં ચોક્કસ પ્રતિસાદ માટે અંદર વિશિષ્ટ સેન્સર ધરાવતા શરીરના અંગો.
  • બાયોપ્રિન્ટેડ સ્કીન ગ્રાફ્સ: દાઝી ગયેલા વ્યક્તિઓ અથવા દર્દીઓ માટે, શરીર સાથે સુસંગત સામગ્રીથી તૈયાર અંગો.
  • ડ્રગ ડિલિવરી ઈમ્પ્લાન્ટસ: જટીલ રોગના નિદાન માટે, અમુક સમય સુધી દવાની અસર કરતાં કેપ્સુલ્સ.
  • ઓર્થોપેડિક બ્રેસીસ: દર્દીઓ માટે હળવા, શ્વાસ લેવા યોગ્ય ડિઝાઇનો.
  • ડેન્ટલ એલાઇનર્સ: 3D પ્રિન્ટેડ મોડલ દ્વારા દાંત ઝડપી સીધા કરવા માટેની તકનિક.
  • મદદરૂપ એક્ઝોસ્કેલેટન: ચાલવામાં અસમર્થ લોકો માટે ગતિ ટ્રેકિંગ સેન્સર સાથે.
  • ન્યુરલ ઇન્ટરફેસ ઉપકરણો: મગજ અને મશીન વચ્ચે સંચાર માટે 3D પ્રિન્ટેડ ઘટકો.
  • નેનો બોટ ડિસ્પેન્સર્સ: લક્ષિત કેન્સર થેરાપી માટે ભવિષ્યલક્ષી કલ્પના.

2.ઉત્પાદન માટેના નવા વિચારો:

  • સમુદ્રી પ્લાસ્ટિક ફિલામેન્ટ પ્રિન્ટર્સ: દરિયાઈ કચરાને 3d પ્રિન્ટેડ સામગ્રીમાં રૂપાંતરિત કરે છે.
  • મોડ્યુલર પવનચક્કી બ્લેડ્સ: ઓછા પવનવાળા શહેરી વિસ્તારો માટે અનુકૂળ ડિઝાઇનો.
  • સોલાર પેનલ માઉન્ટેડ સિસ્ટમ: આપાતકાલીન વિસ્તારો માટે હળવી અને વાળી શકાય તેવી ડિઝાઇન.
  • રિસાયકલ ફર્નિચર: બાંધકામમાં વધેલા કચરાનો સ્ટાઇલિશ ઘર સજાવટમાં ઉપયોગ.
  • પાણી બચાવતા સિંચાઈના ઘટકો: શુષ્ક ભાગો માટે ટપક પદ્ધતી.
  • કાર્બન કેપ્ચર ફિલ્ટર્સ: ઔદ્યોગિક ચીમની માટે થ્રીડી પ્રિન્ટેડ જાળીનો ઉપયોગ.
  • રિસાયકલ મોલ્ડ સિસ્ટમ: ટકાઉ વસાહત માટે કોંક્રેટના ઢાળવાળી અને પુનઃ વપરાયેલી રચના.
  • શેવાળ આધારિત ફિલામેન્ટ: કાર્બન નેગેટિવ આધારીત પ્રિન્ટિંગ સામગ્રી.
  • શહેરી ફાર્મિંગ પોડ્સ: શહેરો માટે વર્ટિકલ હાઇડ્રોફોનિક ખેતીની પદ્ધતિ.

3. એરોસ્પેસ અને સંરક્ષણ:

  • સેટેલાઈટ એન્ટેના એરે: ઓછી ભ્રમણ કક્ષાના ઉપગ્રહો માટે હળવી અને તત્કાલ સ્થાપિત કરી શકાય તેવી ડિઝાઇનો.
  • ડ્રોન સ્વાર્મ ઘટકો: જૂથમાં કાર્ય કરવા માટે પરસ્પર જોડાઈ શકે તેવી રચનાઓ.
  • હાઈપર સોનિક એન્જિન નોઝલ: અત્યંત તાપ પ્રતિરોધક મિશ્રધાતુઓથી બનેલા.
  • અંતરીક્ષ નિવાસ માટે એર બ્લોકસ: કિરણોના સર્જન સામે રક્ષણ આપતી અને મોડ્યુલર રચનાઓ.
  • વિમાનના કેબિનના ભાગો: આરામદાયક અને વજનમાં હળવી સીટિંગ ડિઝાઇન.
  • UAV(ડ્રોન માટે) પાંખો: પક્ષીના ઉડાનથી પ્રેરિત બાયોમિકેનિક આકારો.
  • માર્સ રોવર માટેના સાધનો: ધરતી સમાન ધૂળના વિશ્લેષણ માટે ઢ્રીલ બીટ મશીન અને નમુના એકત્રિત કરનાર ઉપકરણો.
  • સ્ટેલ્થ વિમાન પેનલ્સ: રડાર શોષી લેતી ભૌમિતિક સપાટીઓ.
  • ઈમરજન્સી પેરાશૂટ હાઉસિંગ્સ: સંકુચિત અને નિષ્ફળતા રહિત કાર્યપદ્ધતિ ધરાવતી રચનાઓ.
  • ઇન ઓર્બીટ રીપેર કીટ્સ: ભ્રમણ દરમિયાન ઉપગ્રહોને ઠીક કરવા માટેના સાધનો.

4. શિક્ષણ અને સુલભતા:

  • ઓછા ખર્ચે લેબ સાધનો: 3D પ્રિન્ટ કરેલા માઇક્રોસ્કોપ,સેન્ટરીફ્યુઝ વગેરે.
  • ઇન્ટરેક્ટિવ એનાટોમી મોડલ્સ :વર્ચ્યુઅલ ડિસ્કશન માટે એ.આર સાથે સંકલિત રચનાઓ.
  • બ્રેઇલ ગણિત કિટ્સ: દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સ્પર્શ આધારિત ગાણિતિક રચનાઓ.
  • સ્ટેમ રોબોટિક કીટસ: વર્કશોપ માટે એસેમ્બલ કરી શકાય તેવા રોબોટ્સ.
  • ઐતિહાસિક કલાકૃતિ પ્રતિકૃતિઓ: મ્યુઝિયમના જાગૃતિ કાર્યક્રમ માટે.
  • કસ્ટમાઈઝ કરી શકાય તેવા ઉપકરણો: કપ, હોલ્ડર્સ, ટેબ્લેટ માઉન્ટ વગેરે.
  • સાંકેતિક ભાષા શીખવા માટેના સાધનો: હલનચલન કરતા હાથના મોડલો.
  • મોડ્યુલર ક્લાસરૂમ ફર્નિચર: વિવિધ શૈક્ષણિક જરૂરિયાતોને અનુરૂપ ડેસ્ક અને બેઠકો.
  • એ.આર આધારિત ભોગોલીક નકશો: Q.R. Code સાથેના ટોપોગ્રાફીક મોડલ્સ.
  • રમતના મેદાનના સાધનો: શારીરિક અસક્ષમ બાળકો માટે રમતગમતનું મેદાન.

5. આપત્તિ પ્રતિક્રિયા:

  • પોર્ટેબલ વોટર ફિલ્ટર્સ: પુરબાદના પાણીના પ્રદૂષણને રોકવા માટે.
  • ઇમર્જન્સી બ્રિજના ભાગો: ઝડપી સ્થાપન માટેની ડિઝાઇન.
  • અસ્થાઈ આવાસ યુનિટ્સ: પોર્ટેબલ હવામાન પ્રતિરોધક માળખાઓ.
  • મેડિકલ સપ્લાય: ડ્રોન્સ દ્વારા રસી અથવા દવાઓ મોકલાવવા માટેના 3D પ્રિન્ટેડ બોક્સ.
  • સૌર સંચાલિત ચાર્જિંગ સ્ટેશન: વીજ વંચિત પરિસ્થિતિઓમાં સંદેશા વ્યવહાર ઉપકરણો માટે.
  • કાટમાળ દૂર કરવાના સાધનો: બચાવ ટીમો માટે હળવા વજનના ઉપકરણો.
  • પુર અવરોધક સિસ્ટમ: એ. આઈ દ્વારા અનુમાની શકાય તેવી ઇન્ટરલોકિંગ પેનલ્સ.
  • ફાયર ફાઈટર હેલ્મેટ: ગરમી પ્રતિરોધક અને એર ક્વોલીટી સેન્સર.
  • ભૂકંપ પ્રતિરોધક ફાઉન્ડેશન: ઝડપી પુનઃ નિર્માણ કરી શકાય તેવા ઘરો માટે.
  • આપાત સંચાર ટાવર્સ: સૌર અથવા પવન સંચાલિત સિગ્નલ બુસ્ટર.

6. ગ્રાહક વસ્તુઓ અને કસ્ટમાઈઝેશન:

  • સ્માર્ટફોન કવર: ઈન્ટિગ્રેટેડ હેલ્થ મોનિટર્સ સાથે.
  • વ્યક્તિગત આભૂષણ: વપરાશકર્તાની પસંદગીઓના આધારે એ. આઈ જનરેટેડ ડિઝાઇન.
  • એડેપ્ટિવ કિચન ટૂલ્સ: એસેમ્બલ કરેલા રસોડા માટે.
  • 3D પ્રિન્ટેડ ચશ્માં: અલ્ટ્રા લાઈટ ફ્રેમ્સ અને એડજસ્ટેબલ જોડાણ સાથે.
  • મોડ્યુલર સ્નેકર્સ: વિવિધ રમતો માટે બદલતા સોલ્સ.
  • પેટ પ્રોસ્થેટિક્સ : ઘાયલ પ્રાણીઓ માટે કસ્ટમાઈઝ અંગો.
  • ગેમિંગ કંટ્રોલર ગ્રીપ્સ: હાથના આકાર અને ગ્રિપ અનુસાર ડિઝાઇન કરેલા ઉપકરણો.
  • ગાર્નીંગ ટુલ્સ: શહેરી બાલ્કનીઑ માટે અનુકૂળ ડિઝાઇન.
  • રિસાયકલ કરી શકાય તેવી ફેશન એસેસરીઝ: ફિલામેન્ટના બગાડથી બનેલા પહેરી શકાય તેવા આર્ટ પીસીસ.

7. ઔદ્યોગિક સાધનો:

  • સંયુક્ત ઇન્જેક્શન મોલ્ડ : ઉચ્ચ તાપમાનમાં ટકી શકે તેવા પ્લાસ્ટિકસ.
  • રોબોટિક ગ્રિપર જોડાણો: નાજુક વસ્તુઓ માટે કસ્ટમાઇસ કરી શકાય તેવું.
  • કન્વેયર બેલ્ટ માર્ગદર્શિકા: ઘસારા રોધક અને મોડ્યુલર ડિઝાઇન.
  • સેન્સર હાઉસિંગ: I.O.T સક્ષમ ફેક્ટરી સાધનો માટે.
  • જાળવણી ટૂલકિટ્સ: કોમ્પેક્ટ થ્રીડી પ્રિન્ટેડ રેન્ચ અને કેલીપર જેવા સાધનો.
  • ગુણવત્તા નિયંત્રણ ફીક્સ: મશીનવાળા ભાગોના ચોકકસ માપન માટે.
  • હાઇડ્રોલિક સિસ્ટમ ઘટકો: લીક પ્રૂફ જોડાણ.
  • વેરહાઉસ રોબોટના ભાગો: હળવા, અસર પ્રતિરોધક ફ્રેમ્સ.
  • ઓર્ગેનિક હેન્ડ ટુલ્સ: એસેમ્બલી લાઈનમાં કામદારોનો થાક ઓછો કરી શકે.

1. ઇનોવેશન

2.ફીઝિબિલિટી

3. સસ્ટેનેબિલિટી

4. પ્રૅક્ટિકાલીટી

5. પ્રસ્તુતીકરણ

1.વર્ણાત્મક અહેવાલ રજૂ કરવો (પસંદગીની ભાષા હિન્દી, અંગ્રેજી ,ગુજરાતી) અને અહેવાલમાં ડિઝાઇનનું વર્ણન કરવું, ઘટકોનો ઉલ્લેખ, એપ્લિકેશન વગેરે.
2. રજૂઆત માટેનું ફોર્મેટ ફક્ત .stl હોવું જોઈએ. (ફાઇલ સાઇઝ વધુમાં વધુ 100 એમબી સુધી સીમિત).

નિબંધલેખન સ્પર્ધા ૨૦૨૫

Hotel 3

નિબંધલેખન સ્પર્ધા

આ સ્પર્ધાના વિજેતાઓના ઇનામો

ઉદ્દેશ્ય:આ સ્પર્ધા શિક્ષકોને પરિવર્તનના ઘડવૈયા તરીકે ઉજાગર થવાનો અનોખો અવસર આપે છે. બાલઘર શિક્ષણનીતિ મુજબ, શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો સુધી સીમિત ન રહી, તે વિદ્યાર્થીના ચિંતન, રચનાત્મકતા અને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે. જ્યારે શિક્ષણ કોઈ પણ જાતના ભેદભાવ વિના ગામડાના છેવાડે રહેલા દરેક બાળક સુધી પહોંચે છે, ત્યારે દરેક વિદ્યાર્થીની અંદર રહેલી અનન્ય પ્રતિભા ખીલવા લાગે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષકો સમજે કે નવી ઉભરતી ટેક્નોલોજી તેમનું સ્થાન લેવા માટે નથી, પણ તેમના કાર્યને વધુ અસરકારક અને અનુભવી બનાવવા માટે છે. ટેક્નોલોજી શિક્ષકોની સહાયક બની શકે છે, જે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડી શકે છે અને શિક્ષણને વધુ રસપ્રદ, જીવંત અને પ્રેરણાદાયી બનાવી શકે છે. નર્મદા બાલઘર શિક્ષણક્ષેત્રે આવા દૃષ્ટિકોણને ખુલ્લા દિલથી સ્વીકારી, શિક્ષકોને ટેક્નોલોજીના સહારે નવી દિશાઓનું માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહિત કરે છે.

1. શૈક્ષણિક સુધારાઓ

વિષય: ગોખણિયા જ્ઞાનની સાંકળો તોડી, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવું અને નવા શૈક્ષણિક કાર્યો દ્વારા વર્ગખંડમાં તર્કશક્તિના વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિ ઊભી કરવી એ આજની શિક્ષણ-વ્યવસ્થાની મહત્વપૂર્ણ જરૂરિયાત છે.

2. NEP-2020 નવી શિક્ષણ નીતિના કોલેજ પર થતા ફેરફારોની શાળા પર અસર

વિષય: “ધ રિપલ ઇફેક્ટ” (પ્રતિભાવને લગતી અસરની લહેરો) NEP-2020 ના ઉચ્ચ શિક્ષણ સુધારાઓ કેવી રીતે શાળા કક્ષાના અભ્યાસમાં પરિવર્તન લાવશે.

3. રોજિંદા શિક્ષણમાં ટેકનોલોજી

વિષય: બ્લેકબોર્ડથી લઇ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સુધી. શિક્ષણ અને અધ્યયન પ્રક્રિયામાં ટેક્નોલોજીનું સરળ અને સાર્થક સંકલન હવે સમયની જરૂરિયાત બની ગયું છે.

4. ડિજિટલ શિક્ષણની દિશામાં

વિષય: ડિજિટલ ક્રાંતિ માટે બ્લુ પ્રિન્ટ : શું ભારત ૧૦૦% ડિજિટલ શિક્ષણ હાંસલ કરી શકે?

5. કૌશલ્ય વિકાસ અને ઔદ્યોગિક સાહસિકતા

વિષય: પાઠ્યપુસ્તકોની બહાર, શાળાના પાઠ્યક્રમમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગશીલ વિચારધારાનું સંકલન આજના યુગની આવશ્યકતા છે.

6. ભારતીય vs વૈશ્વિક શિક્ષણ પદ્ધતિઓ

વિષય: "વિદેશી શિક્ષણ પદ્ધતિઓથી શીખેલા પાઠ” – ભારત વિદેશી શિક્ષણ નીતિમાંથી શું શીખી શકે છે અને શું શીખવા યોગ્ય નથી?

7. નવી શિક્ષણ નીતિ (NEP-2020): પરંપરા અને આધુનિકતા વચ્ચેનો પુલ

વિષય: "શિક્ષણમાં ન તો માત્ર પરંપરાનું અનુસરણ કરવું યોગ્ય છે, ન તો માત્ર નવીનતાનું અનુકરણ. આ બંનેનું સંતુલિત સંયોજન જ સાચા અર્થમાં સજાગ અને સમયોચિત શિક્ષણ છે.”

1. આકર્ષક રજૂઆત, મલ્ટીમીડિયા તત્વોની ગુણવત્તા અને બિન-તકનીકી દર્શકો માટે સ્પષ્ટતાથી સમજાવવાની ક્ષમતા.

2.નવીનતા, વિચારોની વિશિષ્ટતા અને વિષયાંતર જોડણીની સમૃદ્ધિ.

3. પ્રસ્તુત ઉકેલો વર્તમાન જીવનમાં અમલ કરી શકાય એવી શક્યતા ધરાવે છે કે નહીં.

4. સંશોધનની ઊંડાઈ, સંદર્ભ માટે વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ.

5. પ્રેજ઼ન્ટેશન : વિચારોનું વર્ણન અને અસરકારક રીતે રજૂ કરવાની કળા.

1. નિબંધ ફક્ત PDF ફોર્મેટમાં સબમીટ કરવાનો રહેશે અને PDF ફાઈલની સાઈઝ વધુમાં વધુ 25 MB સુધીની રહેશે.

2. ભાગ લેનારાઓએ જરૂર હોય ત્યાં ઈમેજીસ, આકૃતિઓ જેવા ઇન્ફોગ્રાફિકનો સમાવેશ કરવો.

3.નિબંધ માટે શબ્દ મર્યાદા મહત્તમ ૨૨૦૦ થી ૨૫૦૦ શબ્દો વચ્ચે હોવી જોઈએ.

4. નિબંધ મોકલાવવા માટે મહત્તમ પંદર દિવસનો સમય ગાળો રહેશે.

5. નિબંધ માટે પસંદગીની ભાષા હિન્દી, અંગ્રેજી અથવા ગુજરાતી રહેશે.