જીવ શાસ્ત્ર
ખોરાક ક્યાંથી મળે છે?
વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. ખોરાક તરીકે અનાજ (ધાન્યો), કઠોળ, શાકભાજી તથા ફળોનો ઉપયોગ કરવામાં આવે છે.
આહારનાં ધટકો
આહારમાં નીચેના ઘટકો હોય છે : (1) પ્રોટીન (નત્રલ) (2) ચરબી (મેદ) (3) કાર્બોહાઇડ્રેટ (કાર્બોદિત પદાર્થો)
વનસ્પતિની જાણકારી મેળવીએ
વનસ્પતિ એટલે ખાસ કરીને વન વિસ્તારમાં ઊગતા હોય તેવા વેલા, વૃક્ષો, ઝાડ, પાન વગેરેને વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.
સજીવોમાં શ્વસન
શ્વાસોચ્છવાસ એ શ્વસનનો એક ભાગ છે. શ્વસન એ કોષોમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે.
પ્રજનન
અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી તેના જેવા જ સજીવ જે ક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે, તેને પ્રજનન કહેવાય છે.
સૂક્ષ્મજીવો : શત્રુ અને મિત્ર
કેટલાક સજીવો એવા છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહે છે, સૂક્ષ્મ જીવોને ચાર મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે: બૅક્ટરિયા
સજીવનો પાયાનો એકમ : કોષ
કોષ બધા જ સજીવોનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. કોષોની રચના, તેના બંધારણ અને તેનાં કાયના અભ્યાસને કોષવિદ્યા કહે છે.